Gujarat

જૂનાગઢ જિલ્લામાંથી લેવાયેલા 40 સેમ્પલનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ

By GS Team
1 May 20201 min read
This article was originally published on 1 May 2020
જૂનાગઢ જિલ્લામાંથી લેવાયેલા 40  સેમ્પલનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ

જૂનાગઢ, તા. 1 મે, 2020, શુક્રવાર

જૂનાગઢ જિલ્લામાંથી ગઈકાલે સેમ્પલ લેવાયા હતાં તેમાંથી આજે ૪૦ સેમ્પલનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. જયારે  વધુ ૩૦ વ્યક્તિનાં સેમ્પલ લઈ લેબમાં મોકલાયા હતાં. ગઈકાલના અને આજે મોકલેલા મળી કુલ ૧૦૦ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.

જૂનાગઢ જિલ્લામાંથી ગઈકાલે ૭૨ વ્યક્તિનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. જયારે આજે વધુ ૪૦ સેમ્પલનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

જયારે આજે જૂનાગઢ શહેરમાંથી ૧૧, ગ્રામ્યમાંથી ત્રણ, ભેંસાણમાંથી ત્રણ, વિસાવદરમાંથી ત્રણ, માણાવદરમાંથી બે, માળીયા હાટીનામાંથી ત્રણ, માંગરોળમાંથી બે તથા મેંદરડા અને કેશોદમાંથી બે વ્યક્તિ મળી ૧૦ મહિલા અને ૨૦ પુરૂષ મળી કુલ ૩૦ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. અને લેબમાં મોકલાયા હતાં.

અત્યાર સુધીમાં ૫૬૦ સેમ્પલ લઈ લેબમાં મોકલાયા હતાં. તેમાંથી ૪૬૦નો નેગેટીવ રિપોર્ટ આવી ગયો છે. જયારે ગઈકાલના અને આજે મોકલેલા કુલ ૧૦૦ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. 

આજે બે વ્યક્તિને રજા અપાઈ હતી. તથા પાંચ દર્દી આઈસોલેશન વોર્ડમાં છે. જયારે ૭૨૩ મહિલા તથા ૯૪૬ પુરૂષ કવોરન્ટાઈન હેઠળ છે.