Gujarat

મોરબી: તમામ સાત લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ

By GS Team
9 Apr 20201 min read
This article was originally published on 9 Apr 2020
મોરબી: તમામ સાત લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી, તા. 09 એપ્રીલ 2020, ગુરુવાર

મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગઈ કાલે બુધવારે એક સાથે કોરોનાના લક્ષણો ધરાવતા સાત કેસો નોંધાયા હતા. જેમાં પોઝિટિવ કેસ નોંધાયો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાંથી 3 લોકો અને અન્ય વિસ્તારના 4 લોકોનો સમાવેશ થાય છે. આ તમામ સાત લોકોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો હતો.

મોરબીમાં બુધવારે કુલ કોરોનાના શંકાસ્પદ લક્ષણો વાળા સાત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ જામનગર લેબમાં મોકલાયા હતા. જેમાં ઉમા ટાઉનશીપમાં રહેતા 4 વર્ષના બાળક, 90 વર્ષના મહિલા વૃદ્ધ અને 25 વર્ષના યુવાન તેમજ જાંબુડિયા પાસે રહેતા પરિવારના 4 વર્ષના બાળક અને ઘુંનડા રોડ પર રહેતા 76 વર્ષના વૃદ્ધ અને મોરબીના પંચાસર રોડ પર રહેતા 27 વર્ષ અને સામાકાંઠે રહેતા 30 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.

સૌથી મોટા રાહતના સમાચાર એ છે એ ગઈકાલે બુધવારે જામનગર મોકલેલા મોરબીના બે બાળકો, બે વૃધ્ધો અને 3 યુવાનો સહિત તમામ સાત લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે ગઈ કાલના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.