Gujarat

જામનગર નજીક સિક્કામાં રહેતા યુવાન પર વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને તકરાર

By GS TEAM
4 Dec 20251 min read
TukuTouch Logo
એક કારમાં આવેલા પાંચ શખ્સો છરીની અણીએ ધમકી આપી લમધારી નાખ્યાની પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સિક્કામાં રહેતા યુવાન પર વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને તકરાર

Jamnagar Crime : જામનગર નજીક બાલંભડી ગામમાં રહેતો અને સિક્કા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો અજય સિંહ ખુમાનસિંહ જાડેજા નામનો 28 વર્ષનો યુવાન ગઈકાલે સિક્કા વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને નોકરી પર જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં એક કાર પસાર થઈ હતી, અને ઓવરટેક કરવાના પ્રશ્ને બંને વચ્ચે ડખો થયો હતો.

 જે દરમિયાન કારમાંથી નીચે ઉતરેલા પ્રદિપસિંહ ગિરુભા જાડેજા, લાલો ઉર્ફે ઢીંગલી તેમજ તેના અન્ય ત્રણ સાગરીતો, કે જે તમામે આવીને અજયસિંહ જાડેજાને છરી બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી, અને લમધારી નાખ્યો હતો, અને તમામ આરોપીઓ ભાગી છુટ્યા હતા. આખરે આ મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પાંચેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.