Get The App

જામજોધપુર નજીક સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી બાળક સાથે જાતીય સતામણીનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
જામજોધપુર નજીક સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી બાળક સાથે જાતીય સતામણીનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર 1 - image

Jamnagar : જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી અને ધમકી આપ્યાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 308(4), 351(3) તેમજ પોક્સો અધિનિયમની કલમ 12 અને 18 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સોનવડીયા ગામે ઈન્દિરા સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો 15 વર્ષનો પુત્ર શાળાએ અભ્યાસ માટે તેમજ ગામમાં દુકાને જતો હતો. દરમિયાન આરોપી રાણાભાઈ નૈયાભાઈ રાડા (રહે. સોનવડીયા ગામ) અગાઉ આપેલા રૂ.20ના બહાને સગીર પાસે રૂ.3 હજારની માંગણી કરી હતી.

ફરિયાદ અનુસાર આરોપીએ રૂપિયા નહીં આપવાના બદલામાં સગીર સાથે અશ્લીલ અને બિભત્સ પ્રકારની શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. સગીરે આ માંગણીનો ઇનકાર કરતા આરોપીએ સગીર તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરી છે.