Gujarat

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું

By GS TEAM
1 May 20261 min read
TukuTouch Logo
પોલીસે દારૂ કન્ટેનર મોબાઇલ અને રોકડા મળી કુલ 73.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું

Vadodara Liquor Raid : સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે કથ્થાઈ, સફેદ અને પીળા કલરનું વિદેશી દારૂ ભરેલો કન્ટેનર વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઇવે 48ની બાજુમાં સમરાથલ ભેરુનાથ રાજસ્થાન હાઇવે હોટલમાં પાર્કિંગમાં ઉભું છે. પોલીસની ટીમે ત્યાં જઈને તપાસ કરતા કન્ટેનર મળી આવ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂની 9480 બોટલ કિંમત રૂ.48.36 લાખ મળી આવી હતી.

પોલીસે દારૂ કન્ટેનર મોબાઇલ અને રોકડા મળી કુલ 73.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે કન્ટેનરના ડ્રાઇવર સાકીર હુસેન બંનેખાન (રહે-હરિયાણા) મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. જ્યારે કયુમ હુસેન સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે બનાવો અંગે વલણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.