Gujarat

અમદાવાદ: આંબલી રોડ પર એચ.એન. સફલ ગ્રૂપની સાઈટ પર દુર્ઘટના, ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત

By GS TEAM
30 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એચ. એન. સફલ ગ્રૂપની મોન્ડિયલ-2 સ્કીમની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સાઇટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા બે શ્રમિક ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આ કમકમાટીભરી દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ચોથાથી પાંચમા માળે જતી વખતે ક્રેન તૂટતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામ રજા ચિઠ્ઠી રદ કરી દેવાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: આંબલી રોડ પર એચ.એન. સફલ ગ્રૂપની સાઈટ પર દુર્ઘટના, ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત

Ahmedabad Construction Accident: અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એચ. એન. સફલ ગ્રૂપની મોન્ડિયલ-2 સ્કીમની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સાઇટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા બે શ્રમિક ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આ કમકમાટીભરી દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ચોથાથી પાંચમા માળે જતી વખતે ક્રેન તૂટતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામ રજા ચિઠ્ઠી રદ કરી દેવાઈ હતી. 

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

મળતી માહિતી અનુસાર, ઇસ્કોન-આંબલી રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર 30 એપ્રિલ, ગુરુવારે સવારે રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું. ડબલ ટ્રી હોટેલ સામે મોન્ડિયલ-2 સ્કીમનું કલર કામ કરાઈ રહ્યું હતું. આ દરમિયાન સવારે સાડા દસ વાગ્યે ગુડ્સ ક્રેનમાં સામાન લઈ જતી વખતે ક્રેનનો વાયર તૂટતાં ક્રેઈન તૂટી પડતાં ઓપરેટર અવિનાશ બ્રહ્મભટ્ટ અને રમણભાઈ નામના બે શ્રમિક પટકાયા હતા. અવિનાશ બ્રહ્મભટ્ટને માથામાં ગંભીર ઈજા થતા તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે રમણભાઈને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 

કોર્પોરેશન દ્વારા ખુલાસો મંગાયો 

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો તેમજ નિયમોનું પાલન કરાતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરીને ખુલાસો માંગ્યો છે. આ કારણસર અહીં હાલ પૂરતું બાંધકામનું કામ અટકાવી દેવાની ફરજ પડી છે.