Get The App

વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત

રેલી પહેલાં જ પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓની કરી અટકાયત, અકોટા પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના ૬ કલાક ધરણા

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત 1 - image

એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં સાચા મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું तु.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે, રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી આશરે ૪૦ જેટલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

અટકાયત દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાય, વોટ ચોરી બંધ કરો જેવા નારા લગાવ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિએ ગઈકાલે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે, એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ-૭નો દુરુપયોગ કરી ઇલેક્શન કમિશન અને ભાજપ દ્વારા ખોટા વાંધાઓ ઉઠાવી ૪૬, ૨૬૬ જેટલા સાચા મતદારોના નામ મતદારયાદીમાંથી કમી કરવાનું ષડયંત્ર છે.

આજે પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનોએ અકોટા પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજ્યા હતા. સાથે જ કયા ગુનામાં અટકાયત કરવામાં આવી અને કયા અધિકારીના આદેશથી ધક્કે ચડાવ્યા તે બાબતે ફરિયાદ કરી લેખિતમાં ખુલાસો કરવાની માગ ઉઠાવી હતી.