Gujarat
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રાહુલ ગાંધીનું જામનગર એરપોર્ટમાં કોંગી આગેવાનો દ્વારા સ્વાગત કરાયું
By GS Team
27 Feb 20221 min read
This article was originally published on 27 Feb 2022

જામનગર તા. 27
દ્વારકા માં કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રણ દિવસની ચિંતન શિબિર ચાલી રહી છે. જેમાં ગઈ કાલે દિવસે કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ યુવા નેતા રાહુલ ગાંધી એ હાજરી આપી છે. રાહુલ ગાંધી વિમાન દ્વારા આજે દિલ્હીથી જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા દ્વારકા જવા રવાના થયા હતા.

જામનગરના એરપોર્ટ ઉપર રાહુલ ગાંધીનું આગમન થતાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, અને સંજય કાંબરિયાએ સુતરની આંટી પહેરાવી ભગવાન દ્વારકાધીશની છબિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ દ્વારકા જવા માટે હેલિકોપ્ટર મારફત જામનગરથી રવાના થયા હતા.




