વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Congress : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી, રાજેન્દ્ર બારોટ, નીલમ શ્રીવાસ્તવ અને પારુલ પટેલે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે આવતીકાલે અંતિમ દિવસ છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા આશિષ જોષી, નીલમ શ્રીવાસ્તવ, પારુલ પટેલ અને રાજેન્દ્ર બારોટ એ આજે પોતાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચી અહીં પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરતી વખતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી પત્ર દાખલ કરનારાઓએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડના તમામ ચારેય કોંગ્રેસના ઉમેદવારોની જીત નિશ્ચિત છે. અમે સંપૂર્ણ પેનલ સાથે બોર્ડમાં જીતીશું. કારણ કે જે રીતે ફોર્મ ભરવાની સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા છે તે જોતા તેમના આશીર્વાદ અમારા પર વરસશે તે નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે આજે અને આવતીકાલે અન્ય ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવશે.









