Get The App

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી ફોર્મ રદ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી ફોર્મ રદ 1 - image

Vadodara Congress : વડોદરા ચૂંટણી વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ આજે રદ કરવામાં આવ્યું હતું. જેમાં જાતિ વિષય ચકાસણીમાં પુરવણી બે રજૂ ન થતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

જે અંગે ઉમેદવાર રાજેન્દ્ર બારોટે જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો ઓર્ડર છે તે પ્રમાણે પુરવણી બે રજૂ કરવાની હોય છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ મારી પુરવણી રજૂ થવા દીધી ન હતી. તેમની જગ્યાએ હવે કોંગ્રેસના ડમી ઉમેદવાર હિતેશ માછીએ ઉમેદવારી નોંધાવી છે અને તેમનું ફોર્મ સ્વીકારી લેવામાં આવતા હવે આશિષ જોષી સાથે પેનલમાં હિતેશ માછી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.