Get The App

વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦  જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા 1 - image

વડોદરાઃ મતદાર યાદી સુધારણના ભાગરુપે મતદાર યાદીનો ડ્રાફટ પ્રસિધ્ધ થયા બાદ તેમાં સમાવાયેલા મતદારોના નામ કમી કરવા માટે કે વાંધો લેવા માટે તા.૧૮ જાન્યુઆરી છેલ્લી તારીખ હતી.

વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસે એવો સ્ફોટક આક્ષેપ કર્યો છે કે, તા.૧૬ થી ૧૮ જાન્યુઆરી સુધીમાં વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ મળીને લગભગ ૪૭૦૦૦ મતદારોના નામ કરવી માટે ફોર્મ સાત ભરીને ચૂંટણી પંચને સુપરત કરવામાં આવ્યા છે.આ પૈકીના મોટાભાગના ફોર્મ ભાજપ દ્વારા  ચોક્કસ જ્ઞાાતિ, ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ કમી કરવા માટે ભરવામાં આવ્યા છે.વડોદરા જ નહીં સમગ્ર ગુજરાતમાં આ રીતે ભાજપે મતદારોના નામ કમી કરવા માટે કાવતરુ ઘડયું છે.આ તમામ ફોર્મમાં મતદારો જે તે સ્થળે નહીં રહેતા હોવાનો વાંધો રજૂ કરવામાં આવ્યો છે.હકીકતમાં મોટાભાગના મતદારો તેમણે દર્શાવેલા સ્થળે જ રહે છે.

વડોદરા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને માગ કરી છે કે, તા.૧૬ થી ૧૮ દરમિયાન જેટલા પણ ફોર્મ ૭ સ્વીકારવામાં આવ્યા હોય તે તમામ ઓફિસોના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને જથ્થાબંધ રીતે ફોર્મ સ્વીકારનારા અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે તથા આ મતદારોના નામ કમી ના થાય તે માટે આ વાંધાઓને ફગાવી દેવામાં આવે.