Gujarat

કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત

By GS TEAM
4 Apr 20261 min read
કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત

 વડોદરા,એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું.જોકે, આપઘાતનું કારણ  હજી  જાણી શકાયું નથી. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા ચોકડી માધવપુરા પાસે સાહિત્ય ગ્રીનમાં  છઠ્ઠા માળે રહેતો ૨૧ વર્ષનો સાંઇરાજ અરૃણભાઇ હરાલ મૂળ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનો વતની છે. વાઘોડિયાની  પારૃલ યુનિવર્સિટીમા કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં તે અભ્યાસ કરતો હતો. તેની સાથે અન્ય ત્રણ મિત્રો પણ અહીંયા જ  રહેતા  હતા.  આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેણે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ભૂસકો મારી આપઘાત કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેના પરિવારને જાણ કરતા પરિવાર આવી જતા મૃતદેહ સુપરત કરવામાં આવ્યો છે.