Get The App

ત્રણ સંતાનની માતાના વિકૃત ફોટો અને મેસેજ ફરતા કરનાર સામે ફરિયાદ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ત્રણ સંતાનની માતાના વિકૃત ફોટો અને મેસેજ ફરતા કરનાર સામે ફરિયાદ 1 - image

image : Social media

Vadodara Cyber Cell : વડોદરાની એક મહિલાના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલી તેના મોર્ફ કરેલા વિકૃત ફોટા ફરતા કરનાર ભેજાબાજ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

હોસ્પિટલ સાથે સંકળાયેલી નોકરીયાત મહિલાએ પોલીસને કહ્યું છે કે, હું મારા ત્રણ સંતાન સાથે રહું છું અને નોકરી કરું છું. છેલ્લા કેટલાક દિવસથી મારા નામે બીભત્સ મેસેજ તેમજ ફોટા ફરતા થતા મારા પરિચિતો દ્વારા મને જાણ કરવામાં આવી હતી. ‌

આ પૈકીનો એક ફોટો અલ્પેશ નામના પરિચિતનો પણ હતો. જેની સાથે મારે લાંબા સમયથી વાતચીત બંધ હતી. જેથી મેં આ બાબત જ્યારે પૂછતા તેણે મને ધમકી ભર્યા મેસેજો મોકલવા માંડ્યા હતા. આમ મારા નામના ફોટા અને મેસેજો મૂકી બદનામી કરવામાં તેની પણ સંડોવણી હોવાની શંકા છે. 

વડોદરા સાયબર સેલે આ બાબતે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.