Get The App

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ પાછું ઠેલાયું છે.

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ થયા બાદ જુદીજુદી આઠ સમિતિઓની રચના માટે આજે જ્યોત્સનાબેન રબારીના અધ્યક્ષ પદે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી.

વડોદરા તાલુકા પંચાયતની સભામાં અગાઉ માંજલપુરના ધારાસભ્ય સ્વ.યોગેશ પટેલને શ્રધ્ધાંજલિ આપવાનું ભૂલાઇ ગયું હોવાથી જિલ્લા પંચાયતે ભૂલ સુધારી હતી અને સ્વ.યોગેશ પટેલના માનમાં સભા મુલતવી રાખતાં હવે આગામી તા.૨૫મીએ મળનારી સભામાં સમિતિઓ રચાશે.