Get The App

વિંછીયાના આંકડીયા ગામમાં કોમ્બિંગ, 33 ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નખાયા

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
વિંછીયાના આંકડીયા ગામમાં કોમ્બિંગ, 33 ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નખાયા 1 - image

7 વાહનો ડીટેઇન, થ્રી-ફેઇઝ વીજ જોડાણ માટે ઉપયોગમાં લેવાતો 10,00 મીટર વાયર કબ્જે

રાજકોટ, : વિંછીયા તાલુકાનાં આંકડીયા ગામે છેલ્લા કેટલાક સમય દરમિયાન મારામારી અને હુમલાની ગંભીર ઘટનાઓ બની હતી. જેને ધ્યાને લઇ પોલીસે ગઇકાલે ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પીજીવીસીએલની ટીમો પણ જોડાઇ હતી. અસામાજિક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે આ કવાયત કરવામાં આવી હતી.

જેમાં એએસપી સાથે એલસીબી, એસઓજી, ક્યુઆરટી, વિંછીયા, જસદણ, આટકોટ અને ભાડલા પોલીસના ંઅધિકારીઓ અને માણસો જોડાયા હતા. પીજીવીસીએલની દસ ટીમોને સાથે રાખી કરાયેલા આ કોમ્બિંગ ઓપરેશનમાં સાત વાહનો ડિ-ટેઇન કરવામાં આવ્યા હતા.

પીજીવીસીએલની ટીમો દ્વારા ૩૩ ગેરકાયદે વિજ જોડાણો કાપી તે અંગે રૂ. 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાત અહીં પુરી થતી નથી. ગામમાં ખેતી-વાડીનાં ઉપયોગ માટે થ્રી-ફેઇઝ કનેક્શનમાં ઉપયોગમાં લેવાતો ૧૦ હજાર મીટર કેબલ પણ પોલીસે જપ્ત કર્યો હતો. 

સામાન્ય રીતે પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરતી નથી. પોલીસ સુત્રોએ જણાવ્યું કે ગામમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન ગંભીર પ્રકારના કહીં શકાય તેવા શરીરસંબંધી ગુના બન્યા હતા. જેને કારણે ગામમાં રહેલા અસામાજિક તત્વો સામેની કાર્યવાહીના ભાગરૂપે કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું.