Get The App

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત

પશ્ચિમ ઝોનમાં ૨૮૨૧, મધ્યઝોનમાં ૧૪૩૨ મિલકત સીલ કરવામા આવી

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત 1 - image

       

 અમદાવાદ, શુક્રવાર,27 માર્ચ,2026

૩૧ માર્ચ પહેલા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરો વસૂલવા સઘન ઝૂંબેશ કરી હતી. શુક્રવારે એક જ દિવસમાં રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ ૬૫૨૬ મિલકત સીલ કરાઈ હતી.જે સામે રુપિયા ૧૧.૧૫ કરોડની વસૂલાત તંત્રે કરી હતી. પશ્ચિમઝોનમાં ૨૮૨૧,મધ્યઝોનમાં ૧૪૩૨ મિલકત સીલ કરવામા આવી હતી.કોર્પોરેશનના તમામ ટેકસની આવક રુપિયા ૨૨૯૭.૧૫ કરોડ ઉપર પહોંચી ગઈ હતી.

ઝોન મુજબ મળતી માહિતી મુજબ, શુક્રવારે મધ્યઝોનમાં ૧૪૩૨ મિલકત સીલ કરી રુપિયા ૨.૯૯ કરોડ, ઉત્તરઝોનમાં ૨૨૪ મિલકત સીલ કરી રુપિયા ૮૬ લાખ, દક્ષિણ ઝોનમાં ૪૩૧ મિલકત સીલ કરી રુપિયા ૧.૫૫ કરોડ, પૂર્વ ઝોનમાં ૩૬૨ મિલકત સીલ કરી રુપિયા ૧.૫૮ કરોડ બાકી મિલકતવેરાની વસૂલાત કરવામા આવી હતી.નદીપાર આવેલા પશ્ચિમ ઝોનમાં ૨૮૨૧ મિલકત સીલ કરી રુપિયા ૧.૫૦ કરોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૧૭૦ મિલકત સીલ કરી રુપિયા ૧.૭૮ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૮૬ મિલકત સીલ કરી રુપિયા ૮૯ લાખની વસૂલાત કરવામા આવી હતી.૨૭ માર્ચની સ્થિતિએ પ્રોપર્ટી ટેકસની રૃપિયા ૧૭૬૪.૧૦ કરોડ, પ્રોફેશન ટેકસની રુપિયા ૨૭૧.૪૬ કરોડ આવક થતા મિલકતવેરાની આવક ૧૦૧, પ્રોફેશનલ ટેકસની આવક ૧૦૦ તથા વ્હીકલ ટેકસની આવક રુપિયા ૨૩૫.૬૮ કરોડ થતા ૧૦૮ ટકા જેટલી આવક કોર્પોરેશન ટેકસ વિભાગે મેળવી છે.