Get The App

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી

૧૯ વોર્ડમાંથી ૨૫૦ લોકોએ રસ દાખવ્યો, સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારોની પસંદગી થશે

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી 1 - image

આગામી મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેર કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા અને ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા લાવવા ક્યુઆર કોડના માધ્યમથી ઉમેદવારી નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.

પત્રકાર પરિષદને વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી તથા પૂર્વ મંત્રી બિમલ શાહ અને અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નીરવ બક્ષીએ સંબોધી હતી.

બિમલ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે મજબૂત પ્રતિબદ્ધતા સાથે મેદાનમાં ઉતરી રહી છે અને શહેરના વિવિધ વિસ્તા રોમાં સતત બેઠકો યોજી સંગઠનને સક્રિય બનાવવામાં આવી રહ્યું છે. ક્યુઆર કોડ દ્વારા ઉમેદવારી નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સમાજસેવકો તેમજ વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સરળતાથી ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ શકે.

વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, શહેરના વિકાસમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. વડોદરામાં રસ્તાઓની ખરાબ હાલત, ખાડાઓ, ગંદકી અને મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો પરેશાન છે. આ પરિસ્થિતિને કારણે લોકો શહેરને ખાડોદરા તરીકે સંબોધવા લાગ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા. ૧૩, ૧૪ અને ૧૫ માર્ચ ત્રણ દિવસ સુધી દરેક વોર્ડમાંથી આવેલા ઉમેદવારોને વોર્ડવાઈઝ સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાશે, અને ત્યારબાદ ઉમેદવારોની પસંદગી થશે. અત્યાર સુધીમાં શહેરના ૧૯વોર્ડમાંથી ૨૫૦ લોકોએ ઉમેદવારી માટે રસ દાખવ્યો છે. ચૂંટણીમાં વડોદરાની જનતા પરિવર્તન લાવવા કોંગ્રેસને સમર્થન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.