Get The App

અમદાવાદ : કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી પ્રેમિકાનો આપઘાત, નેપાળથી ભાગીને આવ્યા હતા

નેપાળમાં થયેલા પ્રેમ સંબંધનો બે મહિનામાં અમદાવાદ કરુણ અંજામ

કૃષ્ણનગર પોલીસે આરોપી સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે .

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ : કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી પ્રેમિકાનો આપઘાત, નેપાળથી ભાગીને આવ્યા હતા 1 - image


અમદાવાદ, સોમવાર

નેપાળમાં થયેલી પ્રેમ સંબંધનો ત્રણ મહિનામાં અમદાવાદમાં કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નેપાળના પ્રેમી પંખીડાને સોશિયલ મીડિયાથી પ્રેમ થયો હતો. જેથી નેપાળથી ભાગીને અમદાવાદ કૃષ્ણનગરમાં રહેવા આવી ગયા હતા અને બે મહિનામાં પ્રેમીએ ત્રાસ આપીને પ્રેમી અવાર નવાર મારઝૂડ કરતો હતો જેથી આખરે કંટાળીને પ્રેમિકાએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ  બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પ્રેમિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમી ઘર બહાર કે સંબંધીના ઘરે જવા દેતો ન હતો મારઝૂડ કરીને ત્રાસ આપતો આખરે કંટાળીને પ્રેમિકાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, કૃષ્ણનગર પોલીસે આરોપી સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. નેપાળમાં રહેતા આધેડે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નેપાળના ચેતન નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમની પુત્રીને ઉપરોક્ત યુવક સાથે સોશિયલ મિડીયા દ્વારા પ્રેમ સંબંધ થયો હતો. જેથી બન્ને ભાગીને તા.24-02-2026ના રોજ અમદાવાદ કૃષ્ણનગરમાં રહેતા હતા. જ્યારે એક મહિના સુધી પ્રેમીએ પ્રેમિકાને સારી રીતે રાખી હતી. ત્યારબાદ હેરાન પરેશાન કરવા લાગ્યો હતો.  

પ્રેમિકાએ તેના પરિવારજનોને ફેસબુક અને સોશિયલ મિડીયાના માધ્યથી કોલ કરીને જણાવતી હતી. ત્યારે પ્રેમીના ત્રાસથી કંટાળીને પ્રેમિકાએ તા. 15-05-2026ના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે આરોપી સામે દુષ્પ્રેરણનો ગુનો નોધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .