Get The App

વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજથી બ્લોક હોવાથી કેટલીક ટ્રનોના સંચાલનમાં ફેરફાર

વડોદરા- કોટા એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી છાયાપુરી અને બાજવા સ્ટેશનથી અવરજવર કરશે

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજથી બ્લોક હોવાથી કેટલીક ટ્રનોના સંચાલનમાં ફેરફાર 1 - image

પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ-રિ મોડલિંગ તથા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કાર્ય માટે આવતીકાલે રવિવારથી મેજર બ્લોક લેવાશે.

આ કામગીરીના કારણે આગામી દિવસોમાં કેટલીક ટ્રેનોના સંચાલનમાં હંગામી ફેરફાર કરાશે. કેટલીક ટ્રેનોને વિશ્વામિત્રી, બાજવા અને છાયાપુરી સ્ટેશનો ખાતે શોર્ટ ટર્મિનેટ કરાશે.

વડોદરા – કોટા એક્સપ્રેસ તા. ૧૮ મેથી ૩૦ મે સુધી છાયાપુરી સ્ટેશનથી (શોર્ટ ઓરિજિનેટ) ઉપડશે, જ્યારે છાયાપુરી- વડોદરા વચ્ચે આ ટ્રેન રદ રહેશે. તેવી જ રીતે કોટા - વડોદરા તા.૧૭મેથી ૨૯ મે સુધી છાયાપુરી સ્ટેશન પર (શોર્ટ ટર્મિનેટ) સમાપ્ત કરાતાછાયાપુરી - વડોદરા વચ્ચે આટ્રેન રદ રહેશે.

જ્યારે અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ તા. ૧૮મેથી ૩૦મે સુધી બાજવા સ્ટેશને સમાપ્ત થવાથી બાજવા –વડોદરા વચ્ચે રદ રહેશે. તેવી જ રીતે વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેન તા.૧૮મેથી ૩૦ મે સુધી બાજવા સ્ટેશનથી ઉપડશે અને બાજવા - વડોદરા વચ્ચે આ ટ્રેન રદ રહેશે.