વડોદરા, તા.16 શહેરના ચોખંડી વિસ્તારમાં શિવજીની સવારીના દર્શન માટે ગયેલી નિઝામપુરાની મહિલાના ગળામાંથી રૃા.૧.૪૫ લાખ કિંમતની સોનાની ચેનની તફડંચી થઇ હતી.
નિઝામપુરાની સુશીલનગર સોસાયટીમાં રહેતી મનિષા પંકજ સોલંકીએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ પોસ્ટમાં નોકરી કરે છે. મહા શિવરાત્રીના દિવસે શિવજીની સવારી નીકળતી હોવાથી હું પતિ અને પુત્રી સાથે ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવી હતી અને મોપેડ પાર્ક કરી સાંજે સાડા ચાર વાગે શિવજીની સવારીના દર્શન માટે ઊભા હતાં.
સાડા પાંચ વાગે અમો દર્શન કરીને પરત મોપેડ પાસે આવ્યા ત્યારે મારા ગળામાં પહેરેલ રૃા.૧.૪૫ લાખ કિંમતની સોનાની ચેન ન હતી. આ વાતની જાણ પતિને કરતા તેમણે આજુબાજુ તપાસ કરવા છતાં ચેન મળી ન હતી. દરમિયાન કોઇ ગઠિયાએ શિફ્ટપૂર્વક ચેનની તફડંચી કરી હોવાનું જણાયું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


