Gujarat

LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે સર્જાયેલી ગેસની અછતની અસર હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી છે. ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) દ્વારા ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે યુનિવર્સિટીની મેસના મેનૂમાં ફેરફાર કરી તેમાં કાપ મૂકવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો

LPG Crisis in Gujarat: વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે સર્જાયેલી ગેસની અછતની અસર હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી છે. ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) દ્વારા ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે યુનિવર્સિટીની મેસના મેનૂમાં ફેરફાર કરી તેમાં કાપ મૂકવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

વૈકલ્પિક વ્યવસ્થા અને મેનૂમાં ફેરફાર

યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, હાલમાં ગેસ સિલિન્ડરના પુરવઠામાં સર્વત્ર અછત જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને જમવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે યુનિવર્સિટી પ્રશાસન મેસમાં ગેસ સિલિન્ડરની નિયમિત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. જોકે, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રસોઈ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતા

વિદ્યાર્થીઓના સહકારની અપેક્ષા

મેસના કામકાજમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી, વિદ્યાર્થી મેસ પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને હાલના મેનૂમાં થોડો કાપ મૂકવામાં આવ્યો છે. યુનિવર્સિટી વહીવટીતંત્રે ખાતરી આપી છે કે મેનૂમાં ફેરફાર હોવા છતાં હોસ્ટેલના રહેવાસીઓ અને મેસનો ઉપયોગ કરનારાઓને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજન પીરસવાનું ચાલુ રાખવામાં આવશે. ચેરપર્સન (મેસ કમિટી) અને DSW દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસમાં વિદ્યાર્થી સમુદાયને વર્તમાન પરિસ્થિતિને સમજીને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નિર્ધારિત મેનૂમાં કાપ મૂકવામાં આવ્યો છે, પરંતુ મેનૂમાં શું ફેરફાર કરાયો છે અને કઈ વાનગીઓ ઘટાડવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.