Get The App

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ  સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ 1 - image

વડોદરાઃ હરણીરોડ વિસ્તારની ખુલ્લી ગટરમાં આજે એક ગાય ખાબકતાં ફાયર બ્રિગેડના જવાનોએ તેને બહાર કાઢી હતી.

નાગેશ્વર મંદિર પાછળ આવેલી ધ ન્યૂ હોરિઝોન સ્કૂલની પાસે ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઇ હોવાનો મેસેજ મળતાં ફાયર બ્રિગેડે દોરડું બાંધીને ગાયને બહાર કાઢી હતી.ગાય નાની હોવાથી ચેમ્બર તોડવી પડી નહતી.

દાંડિયાબજાર ફાયર બ્રિગેડના સબ ઓફિસર રવિન્દ્ર કદમે કહ્યું હતું કે,નજીકમાં સ્કૂલ આવેલી છે અને ચાર ચેમ્બરના ઢાંકણાં ખુલ્લા છે.જેથી ગમે ત્યારે કોઇ બાળક પડી જાય તેવી ભીતી હોવાથી સ્કૂલ સત્તાધીશોને ફેન્સિંગ કે વોલ બનાવવા જાણ કરી હતી.