Gujarat

માણસાના માર્કેટયાર્ડમાં એરંડાનો પાક પાણીમાં તણાતા દોડધામ મચી

By GS TEAM
7 Apr 20261 min read

કમોસમી વરસાદે વ્યાપક વિનાશ વેર્યો

માવઠાના કારણે ખેતરોમાં તૈયાર પાકને પણ વ્યાપક નુકસાન ઃ ખેડૂતોના મોંએ આવેલો કોળીયો છીનવાયો

માણસા : માણસા શહેર અને તાલુકામાં આજે બપોરે ૧૨વાગ્યા પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને બપોરે ૨ વાગ્યા પછી શહેર તેમજ તાલુકામાં ભારે વરસાદ સાથે મીની વાવાઝોડું પણ શરૃ થયું હતું જેના કારણે ખેડૂતને એરંડા જુવાર બાજરી જેવા ઉભા પાકને ભારે નુકસાન થયું છે તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ વેપારી લોકોએ રાખેલો માલ પણ પાણીમાં તણાઈ ગયો હતો.

 રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે માણસા શહેરમાં બપોરે ૧૨  વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઘેરા વાદળો મંડાયા હતા અને બે વાગ્યા પછી સાંજે ૫  વાગ્યા સુધી સતત કમોસમી વરસાદ પડયો હતો જેને કારણે તાલુકાના ખેડૂતોએ વાવેલ ઉભા પાકને ભારે નુકસાન થયું છે જે બાબતે એપીએમસીના ડિરેક્ટર તેમજ ખેડૂત આગેવાનના જણાવ્યા મુજબ અત્યારે હાલમાં ખેડૂતોના ખેતરમાં જુવાર એરંડા તેમજ બાજરીના જે ઉભા પાક છે તેમાં ભારે નુકસાન થયું છે તો અમુક જગ્યાએ ખેડૂતોના ઘઉં જે ખુલ્લામાં પડયા છે અથવા સૂકો ઘાસચારો છે તેમાં પણ ભારે નુકસાન થયું છે આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ વેપારીના માલ પણ વરસાદમાં તણાઈ ગયા છે જેથી વરસાદને કારણે માણસા વિસ્તારના ખેડૂતો તેમજ વેપારીઓને ભારે નુકસાન થયું છે.