Get The App

વડોદરાના સ્પામાં પરપ્રાંતીય યુવતી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના સ્પામાં પરપ્રાંતીય યુવતી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ 1 - image

Vadodara Police : વડોદરામાં અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફન પેટ્રોલિંગ દરમિયાન અટલાદરા પાદરા રોડ બાનકો કંપનીની બાજુમાં આવેલા સમન્વય સ્ટેટસ ટુ એપાર્ટમેન્ટ ખાતે આવ્યા હતા. એપાર્ટમેન્ટના બીજા માળે નિર્વાણા સ્પા ચાલતું હતું જેથી પોલીસ ચેકિંગ કરવા માટે ગઈ હતી. રિસેપ્શન ઉપર સ્પાના માલિક મુકેશભાઈ જાદવ (રહે-કલબારા, તાલુકો પાદરા) મળી આવ્યા હતા. સ્પામાં મસાજનું કામકાજ કરતા કર્મચારી અંગે પૂછપરછ કરતા તેણે ભરૂચ અને પશ્ચિમ બંગાળની બે યુવતીઓ કામ કરતી હોવાનું જણાવ્યું હતું. આ યુવતીઓ બાબતે જરૂરી માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સંચાલકે આપી ન હતી. જેથી પોલીસે સ્પાના માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.