વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે દબાણકર્તાઓમાં ભાગદોડ મચી, ગેરકાયદે ઓટલાનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Demolition : વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણોથી એક પણ જાહેર કે આંતરિક રસ્તો ક્યાંય બાકી જોવા મળતો નથી ત્યારે વારસિયા વિસ્તારમાં પાલિકાની સ્વચ્છતા ટીમ સાથે ત્રાટકેલી દબાણ શાખાએ દુકાનો બહાર ખડકેલા સામાન સહિત ખાણી પીણીની લારીઓ, ગલ્લાઓ હટાવ્યા હતા. જ્યારે કેટલાક દુકાનદારોએ બનાવેલા ગેરકાયદે ઓટલા બુલડોઝર દ્વારા તોડી રસ્તા ખુલ્લા કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વારસિયા વિસ્તારમાં હોલસેલ દુકાનદારો પોતાનો માલ સામાન દુકાનના આગળના ભાગમાં ફૂટપાથ પર ગોઠવી દેતા હોય છે. કેટલોક માલ સામાન રોડ રસ્તા પર પણ ગોઠવી દેતા હોય છે. આ ઉપરાંત ખાણીપીણીની લારીઓ, ગલ્લાઓના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જતા સિંગલ પટ્ટી રોડ જેટલી જ જગ્યા બાકી રહે છે. જેથી વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય રહ્યા કરે છે. જેથી પાલિકા આસિ. મ્યુનિ. કમિશનર સુરેશ તુવેરની આગેવાની હેઠળ વારસિયાના વોર્ડ નંબર 6 માં પાલિકાની દબાણ ટીમ અને સ્વચ્છતા ટીમ પહોંચતા લારી ગલ્લા અને દુકાનો આગળ રખાયેલા માલ સામાન રાખનારાઓમાં આપણા ફેલાયો હતો. ખાણીપીણી લારીઓવાળા ભાગદોડ કરતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. પાલિકાની દબાણ શાખાની કાર્યવાહીના કારણે રોડ રસ્તા ખુલ્લા થયા હતા. કેટલીક દુકાનો આગળ બનાવવામાં આવેલા ગેરકાયદે ઓટલા બુલડોઝરના સહારે તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વચ્છતા ટીમે રોડ રસ્તા સાફ કર્યા હતા.








