Gujarat

આજે બજેટ: ભાવનગર માટે થશે નવી જાહેરાત કે ફરી પાછો ઠેંગો ?

By GS Team
31 Jan 20202 mins read
This article was originally published on 31 Jan 2020
આજે બજેટ: ભાવનગર માટે થશે નવી જાહેરાત કે ફરી પાછો ઠેંગો ?

ભાવનગર, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર

કેન્દ્રીય નાણાંમંત્રી આવતીકાલ ૧લી ફેબુ્રઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં ભાવનગરની વર્ષો જૂની આશાઓ અને માગણીઓને સંતોષી નવી કોઈ જાહેરાત કરવામાં આવશે કે પછી દર વર્ષની જેમ ઠેંગો દેખાડવામાં આવશે ? તેના પર ભાવનગરના ઉદ્યોગકારો, વેપારીઓ, સામાન્ય જનતાની ઉત્સુકતા સાથે બજેટ પર નજર રહેશે. 

કસ્ટમ ડયૂટી અને જીએસટી ઘટાડવાની માગનો સમાવેશ થાય તેવી અલંગના ઉદ્યોગકારોને આશા, હાઉસીંગ લોન, કરમાં રાહતની મહાજનોને અપેક્ષાસ્વપ્ન સાકાર થાય

ભાવનગરમાં નવા ઉદ્યોગો આવવાના બદલે જૂના વેપાર-ઉદ્યોગો બંધ થતા જઈ રહ્યા છે. આર્થિક કરોડરજ્જુ ગણાતા અલંગ અને હીરા ઉદ્યોગ પણ મંદીના ખાટલે પડયો છે. નબળા રાજકારણને કારણે ભાવનગરને હંમેશા નવી સુવિધાઓ કે નવા વેપાર-રોજગાર, ઉદ્યોગમાં અન્યાય જ થયો છે.

ત્યારે આવતીકાલે શનિવારે બજેટ પર જિલ્લાવાસીઓને ઘણી જ આશા બંધાયેલી છે. અલંય ઉદ્યોગકારોની કસ્ટમ ડયૂટી અને જીએટી ઓછી કરવાની સરકાર પાસે જે માગણી છે, તે માગણી સંતોષાશે તેવી આશા છે. તો હાલની મોંઘવારી અને મંદીના સમયમાં લોકોને ઘરનું ઘર લેવું દીવાસ્વપ્ન જેવું થઈ ગયું છે.

ત્યારે હાઉસીંગ લોનના વ્યાજદર ઘટાડવામાં આવે, નાના ઉદ્યોગો માટે બજેટમાં રાહત અપાઈ, કોર્પોરેટ ટેક્સની જેમ ભાગીદારી પેઢી અને પર્સનલ ટેક્સ તેમજ લોંગ ગર્મ કેપીટલ ગેઈન વગેરેમાં જે કર ઝીંકવામાં આવ્યો છે તેમાં રાહત મળે તેવી મહાજરોને અપેક્ષા છે. આ ઉપરાંત ભાવનગરને હરિદ્વાર તેમજ દેશના અન્ય રાજ્યોને જોડતી લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. નવી ટ્રેનો ફાળવવાની જૂની માગણીઓ અને આશાઓ આવતીકાલના બજેટમાં સંતોષાય તેવું ભાવનગરની જનતા ઈચ્છી રહી છે.