Gujarat

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાત સહિતના રાજ્યોની પોલીસને વધુ આધુનિક બનાવવા 4061 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય કરાયો છે. આ નાણાંથી પાકિસ્તાનને સ્પર્શતી જળ-જમીન સરહદે સુરક્ષા મજબૂત બનાવાશે. આ ઉપરાંત એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ફોરેન્સિક સાયન્સ એટલે કે એફ.એસ.એલ.ને આધુનિક બનાવવા મોટો ખર્ચ કરાશે. ગુજરાત સહિતના રાજ્યોમાં ગુનાખોરી સામે સંકલિત કામગીરી કરવા સાથે જ ક્રાઈમ ટ્રેકિંગના બજેટમાં દોઢગણો વધારો કરી વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી

Budget 2026: કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાત સહિતના રાજ્યોની પોલીસને વધુ આધુનિક બનાવવા 4061 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય કરાયો છે. આ નાણાંથી પાકિસ્તાનને સ્પર્શતી જળ-જમીન સરહદે સુરક્ષા મજબૂત બનાવાશે. આ ઉપરાંત એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ફોરેન્સિક સાયન્સ એટલે કે એફ.એસ.એલ.ને આધુનિક બનાવવા મોટો ખર્ચ કરાશે. ગુજરાત સહિતના રાજ્યોમાં ગુનાખોરી સામે સંકલિત કામગીરી કરવા સાથે જ ક્રાઈમ ટ્રેકિંગના બજેટમાં દોઢગણો વધારો કરી વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

આંતરિક સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં હાઈ-ટેક સર્વેલન્સ વધારવા માટે વિશેષ ફાળવણી

કેન્દ્ર સરકારના બજેટમાં ગૃહ  વિભાગના કુલ 1.73 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી ગુજરાત પોલીસ અને સરહદી સુરક્ષા સંભાળતી એજન્સીઓને આધુનિક અને મજબૂત બનાવવા માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત પોલીસને આધુનિક બનાવવા ઉપરાંત આંતરિક સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં હાઈ-ટેક સર્વેલન્સ વધારવા માટે વિશેષ ફાળવણી કરાઈ છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ક્રાઈમ ટ્રેકિંગ સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નાવવા 4061 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રકમથી ગુજરાત સહિતના રાજ્યોની પોલીસને આધુનિક બનાવવા ઉપરાંત બનતી ગુનાખોરીનું ટ્રેકિંગ અને સંકલન સીસીટીવી સહિતની આધુનિક સુવિધાઓ થકી વધુ મજબૂત બનાવવામાં આવશે. વર્ષ 2025-25ના બજેટની સરખામણીએ આ રકમ દોઢગણી છે.

આ પણ વાંચો: સીતામૈયાનું 'મિર્ચ મસાલા' વગરનું 'નિર્મળ' બજેટ, 'કોમન મેન' આ કારણે નિરાશ

ખાસ કરીને ગુજરાત-પાકિસ્તાનની જળ અને જમીન સરહદે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે 5266 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમથી સરહદ ઉપર ફેન્સિંગ, ટાવર્સ અને હાઈ-ટેક સર્વેલન્સ વિકસાવવામાં આવશે. સુરક્ષાના આધુનિક ઉપકરણો અને સુવિધા થકી ગુજરાતની જળ અને દરિયાઈ સરહદે સુરક્ષા વધુ મજબૂત બનાવાશે. ઈકોનોમિક કોરિડોરમાં ગુજરાતનું આગવું મહત્ત્વ છે. ખાસ કરીને ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સહિત દેશભરમાં આંતરરાજ્ય સંકલિત ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વધુ દ્રઢ બનાવવા આ રકમની ફાળવણી કરાઈ છે.