ભાવનગર એસીબીના પીઆઇએ ફરિયાદ નોંધાવી
માટી ભરેલો ટ્રક ડીટેઇન નહી કરવાના બદલામાં લાંચ માગી
ભાવનગર - ઘોઘા મામલતદાર કચેરીના તત્કાલિન મામલતદાર અને તેના આઉટ સસગના ડ્રાઈવરે ફરિયાદી અને સાહેદ પાસેથી માટી ભરેલો ટ્રક ડીટેઇન નહી કરવાના બદલામાં લાંચ માગી કટકે કટકે લાંચ મેળવી બાકી રહેલા લાંચની માંગણી કરી ગુનો આચર્યો હતો.
ફરીયાદી, સાહેદને માટી ભરેલો ટ્રક ડીટેઇન નહી કરવાના બદલામાં પ્રકાશ દેવરખી સુવા, તત્કાલીન મામલતદાર(હાલ નિવૃત), મામલતદાર કચેરી, ઘોઘા, જી.ભાવનગર (રહે. પ્રમુખ નિવાસ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, ઇન્દ્રેશ્વર મહાદેવની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, જામનગર મૂળ વતન- સ્વામી મંદીર શેરી, લાતી પ્લોટ, ઉપલેટા,રાજકોટ) એ ફરીયાદી પાસે રૃ.૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૃ.૭૫,૦૦૦ આપવાનુ નક્કી કરેલ અને રકઝકને અંતે રૃ.૫૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી પ્રકાશ દેવરખી સુવા તથા ચેતન ઉર્ફે બબલુભાઇ હર્ષદભાઇ સોરઠીયા, આઉટસોર્સ ડ્રાઇવર (મામલતદાર કચેરી, ઘોઘા, જિ.ભાવનગર રહે.ન્યારા પેટ્રોલપંપ પાછળ,પ્લોટ નં.૨૧, સોમપાર્ક સોસાયટી, જી.ભાવનગર)એ લાંચના છટકાના ફરિયાદી/સાહેદ પાસેથી લાંચની રકમ પૈકીના રૃ.૪૦,૦૦૦ લાંચના છટકા અગાઉ કટકે કટકે સ્વીકારેલ અને બાકી રહેતી લાંચની રકમ રૃપીયા ૧૫,૦૦૦ની માંગણી કરી પોતાની ફરજ નિાપુર્વક અને પ્રમાણીકતાથી ન બજાવી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૃપયોગ કરી પોતાના અંગત આથક લાભ મેળવવા સારૃ બન્ને એક-બીજાની મદદગારીથી લાંચના છટકાના ફરીયાદી, સાહેદ પાસે લાંચની રકમની માંગણી કરી ગુનાહિત કૃત્ય કરી આ બનાવ સંદર્ભે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા-૨૦૧૮) ની કલમ-૭(ચ) તથા ૧૨ મુજબ ડિમાન્ડ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


