બોટાદની પરિણીતાને સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા પોલીસ મથક-બોટાદમાં ફરિયાદ
ઘરકામ, કરિયાવર અને રસોઈ બનાવવા બાબતે મેણાંટોણા મારી હેરાન કરનારા સામે ગુનો નોંધાયો
ભાવનગર - બોટાદની પરિણીતાને ઘરકામ, કરિયાવર અને રસોઈ બનાવવા બાબતે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદ દ્વારા મેણાંટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની પોલીસ ફરિયાદ બોટાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
બોટાદના શ્રીનાથજી પાર્કમાં રહેતા શિલ્પાબેન યોગેશભાઈ જાદવે મહિલા પોલીસ મથકમાં યોગેશ નારાયણભાઈ જાદવ, નારાયણ, લીલાબેન, અશોકભાઈ, સુસીલાબેન, જયંતી, અનસુયાબેન અને છાંયાબેન ભરતભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પતિ તેમની સાથે રસોઈ બનાવવા બાબતે તથા ઘરકામ બાબતે અવારનવાર ઝઘડો કરી ઢીકાપાટુંનો માર મારતા હતા. તેમજ ઉક્ત તેમના પતિ, સાસુ-સસરા, નણંદ, જેઠ-જેઠાણી કરિયાવરમાં કરિયાવરમાં રૃા.૨૫ લાખ અને કારની માંગણી કરી મેણાં-ટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.









