Vadodara : વડોદરા બસ ડેપો નજીક ખાનગી ઓફિસ ધરાવતા સંચાલકે તેની જ મહિલા કર્મચારી સાથે 1.92 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઊંડેરાની પુષ્પક સોસાયટીમાં રહેતા નરગીસબેને પોલીસને કહ્યું છે કે, જુલાઈ 2025 માં એસટી ડેપો ખાતે તેમજ જાણીને અક્ષરધામ શોપિંગ સેન્ટરમાં શ્રીજી હેલ્પ સેન્ટર નામની ઓફિસ ધરાવતા મોહન મેરીયા અને ત્યાં હું કોમ્પ્યુટર ઓપરેટર તરીકે 10,000 ના પગારથી નોકરીએ લાગી હતી.
નવેમ્બર મહિનામાં મોહન મેરીયાએ એક વ્યક્તિ પૈસા લેવા આવ્યો છે તાત્કાલિક રકમ જોઈએ છે તેમ કહીં મારી પાસે 49 500 ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ મોહન મેરીયાના કહેવાથી મનીષ શાહે મારો ફોનમાં બની ગયું એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને આ મોબાઇલ મોહન તેના ફિંગર પ્રિન્ટ તેમજ પાસવર્ડ નાખી ઓપરેટ કરતો હતો.
મહિલાએ કહ્યું છે કે મારી જાણ બહાર રૂ.એક લાખની લોન લઈ લેવામાં આવી હતી અને મોહને રૂ.90,000 ટ્રાન્સફર કરી લીધા હતા. મેં મારું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું. ત્યારબાદ વારંવાર માંગણી કરવા છતાં પૈસા આપ્યા ન હતા. થોડા સમય પછી તને ઓફિસ બંધ કરી દીધી હતી અને મારુ ક્રેડિટ કાર્ડ પણ મોહન લઈ ગયો હતો. આમ મારી સાથે 1.92 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી પોલીસે મોહન તેમજ મનીષ સામે ગુનો દાખલ કર્યો છે.


