Get The App

૧૯ લાખના વિદેશી દારૃના કેસમાં બૂટલેગર પકડાયો

વાઘોડિયા રોડ પર કટિંગ સમયે જ પોલીસે રેડ પાડીને બે આરોપીને ઝડપી પાડયા હતા

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
૧૯ લાખના વિદેશી દારૃના કેસમાં બૂટલેગર  પકડાયો 1 - image

વાઘોડિયા રોડ પરથી   પકડાયેલા ૧૯ લાખના વિદેશી દારૃના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા બૂટલેગરને એલ.સી.બી.ની ટીમે ઝડપી  પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

એલ.સી.બી.ઝોન - ૩ ની ટીમને ગત ૬ ફેબુ્રઆરીએ માહિતી મળી હતી કે, ભાવેશ ચંદ્રકાંતભાઇ રાજપૂત (રહે. વુડાના મકાનમાં, બાપોદ પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડ) નો  વિદેશી દારૃનો જથ્થો ભરેલો બંધ બોડીના ટેમ્પોે વાઘોડિયા રોડ ઋકમણી  પાર્ટી પ્લોટથી નારાયણ ફ્લેટ તરફ જવાના રોડ પર વાસ તળાવ નજીક ઊભો છે. ટેમ્પામાંથી અલગ - અલગ ગાડીઓમાં તે દારૃનું કટિંગ ચાલી રહ્યું  છે. જેથી, એલ.સી.બી. ની ટીમે સ્થળ પર જઇ બે આરોપીઓ  મિતેશ રાજપૂત અને  વિક્રમ બારિયાને ઝડપી પાડયા હતા. આ  ગુનામાં નાસતા ફરતા અને ગુનાના મુખ્ય સૂત્રધાર ભાવેેશને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં હજી એક આરોપી પકડવાનો બાકી છે.