Gujarat

અમદાવાદમાં ટેક્સીની જેમ 'એરક્રાફ્ટ' નું બુકિંગ! કોરોના પછી માગ બે ગણી વધી, મહિને 200 ચાર્ટર પ્લેનની અવર-જવર

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના SVP ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટર પ્લેનની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. મહિને આશરે 200 ચાર્ટર પ્લેનની અવરજવર થાય છે. હવે માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં, સામાન્ય પરિવારો પણ ફિલ્મો જેવી લક્ઝરી મુસાફરી માટે પ્રાઇવેટ જેટ બુક કરાવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં માંગ બમણી થઈ છે, જેના કારણે કુંભમેળા કે IPL જેવા પ્રસંગોએ વેઇટિંગ પણ જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ટેક્સીની જેમ 'એરક્રાફ્ટ' નું બુકિંગ! કોરોના પછી માગ બે ગણી વધી, મહિને 200 ચાર્ટર પ્લેનની અવર-જવર

Ahmedabad Charter Plane Demand : એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહિને 200 જેટલા ચાર્ટર પ્લેનની મુવમેન્ટ જોવા મળી રહી છે. અમદાવાદમાં પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, અને હવે માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ સામાન્ય વડીલો અને પરિવાર પણ તેને બુક કરી રહ્યા છે.

એરક્રાફ્ટ બુકિંગનું વધતું ચલણ

ફિલ્મોમાં જોયેલા પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરવાનું સ્વપ્ન હવે મધ્યમ અને ઉચ્ચ વર્ગ માટે સાકાર થઈ રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર્ટર પ્લેનની માંગ બમણી થઈ ગઈ છે. કુંભમેળા કે ધાર્મિક આયોજનો સમયે ટ્રેનની જેમ એરક્રાફ્ટ માટે પણ વેઇટિંગ જોવા મળ્યું હતું. આઈપીએલ અને કોન્સર્ટ જેવા પ્રસંગોએ પણ ખાનગી એરક્રાફ્ટની અવરજવર ખૂબ વધી જાય છે.


image.png

ભાડું અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ
અમદાવાદ એરપોર્ટ પર કોઈ ખાનગી એરક્રાફ્ટ લેન્ડ થાય ત્યારે 50 હજારથી 3 લાખ રૂપિયા સુધીનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ લાગે છે. સોમનાથ કે દ્વારકા જવા માટે એરક્રાફ્ટનું ભાડું અંદાજે 2.5 લાખથી 25 લાખ સુધીનું હોય છે. હેલિકોપ્ટરનું એક કલાકનું ભાડું 1 થી 5 લાખ રૂપિયા સુધીનું હોય છે.

કોર્પોરેટ અને એવિએશન કંપનીઓની ભૂમિકા

અમદાવાદમાં અદાણી, ઝાયડસ, એચ એન સફલ અને નિરમા ગ્રુપ જેવી મોટી કોર્પોરેટ કંપનીઓ પાસે પોતાના હેલિકોપ્ટર કે પ્લેન છે. વેન્ચુરા, ડ્યુસ એર અને જેસ્ટ એવિએશન જેવી કંપનીઓ આ સેવા પૂરી પાડે છે. એરપોર્ટ પર ખાનગી મુસાફરી માટે અંદાજે 20 જેટલા એરક્રાફ્ટ અને 12 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ ઉપલબ્ધ છે.

image.png