Get The App

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી

ત્રણ દિવસની શોધખોળ પછી પંચવટી કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી 1 - image

વડોદરા,સમા વિસ્તારમા રહેતા અને ફર્નિચરનો ધંધો કરતો યુવક  ઘરેથી નીકળી ગયા પછી તેનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે.  જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સમા સિતાપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ઓમપ્રકાશ ભાગાનારામ સુથાર (ઉં.વ.૪૨) ફનચરનું કામ કરતા હતા. બે દિવસ  પહેલા બપોરે ૧ વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર તેઓ જતા રહ્યા હતા.પરિવારે તેમની શોધખોળ  કરતા ઓમપ્રકાશભાઈનું ટુ-વ્હિલર સમા કેનાલ પાસેથી મળી આવ્યું હતું. તેમણે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શક્યતાના આધારે  ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ કરતા તેમનો મૃતદેહ પંચવટી કેનાલમાંથી મળી આવ્યો હતો. તેમએ આપઘાત કર્યો હોવાની શક્યતાના આધારે  પોલીસે તપાસ શરૃ કરી છે.