Get The App

મહાકાય વૃક્ષ પડતા યુનિ.હેડ ઓફિસના ગેટનો ક્ચ્ચરઘાણ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
મહાકાય વૃક્ષ પડતા યુનિ.હેડ ઓફિસના ગેટનો ક્ચ્ચરઘાણ 1 - image

વડોદરાઃ શનિવારે રાત્રે ફૂંકાયેલા પવનના પગલે એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસના ગેટ પર જ એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ગેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.જો આ ઘટના દિવસે બની હોત તો જાનહાનિ થવાની પણ શક્યતા હતી.

મળતી વિગતો પ્રમાણે રાત્રે નવ વાગ્યા પછી તેજ ગતિથી પવનો ફૂંકાયા હતા અને તેમાં ગેટની બહાર આવેલું આ મહાકાય વૃક્ષ  ગેટ પર જ પડયું હતું.આ ગેટમાંથી દિવસે કર્મચારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોય છે.

સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્યે આક્ષેપ કર્યો હતો કે, આ જાણકારી મળ્યા બાદ પણ બપોર સુધી વૃક્ષ ત્યાંનું ત્યાં જ હતું.સત્તાધીશોએ તેને હટાવવા માટે તસ્દી લીધી નહોતી.બીજી તરફ યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યું હતું કે, કેમ્પસમાં જ્યારે આવી ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડની મદદ નથી મળતી અને ગઈકાલે પણ વૃક્ષ અંદરની તરફ પડયું હોવાથી યુનિવર્સિટીએ જ તેને હટાવવા માટે વ્યવસ્થા કરવી પડી હતી અને તેના કારણે સવાર સુધી રાહ જોવી પડી હતી.ઝાડ પડવાથી ગેટને ખાસુ નુકસાન થયું છે અને આખો ગેટ નવેસરથી બનાવવો પડશે.