Vadodara : મોંઘવારીના વધતા બોજાએ સામાન્ય લોકોના ઘરખર્ચને હચમચાવી દીધા છે. રોજિંદી જરૂરિયાતોની સાથે હવે ટેક્નોલોજી સંબંધિત વસ્તુઓમાં પણ ખર્ચ વધતા લોકો સસ્તુ ખરીદવા મજબૂર બન્યા છે.
હાલના સમયમાં મોબાઈલ ફોન દરેકના હાથમાં સામાન્ય બની ગયો છે, તો શિક્ષણ, વેપાર અને ઓફિસીયલ કામકાજ માટે લેપટોપ પણ જરૂરી સાધન બની ગયું છે.
બજારમાં હાલ મોબાઈલ અને લેપટોપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ ખરીદી પછી સતત અને વધુ ઉપયોગને કારણે એકાદ વર્ષમાં જ મેન્ટેનન્સ અને રીપેરીંગની જરૂરિયાત ઊભી થાય છે.
બજારમાં મોબાઈલ અને લેપટોપ માટે બ્રાન્ડેડ તેમજ અનબ્રાન્ડેડ (અન્ય કંપની અથવા ડુપ્લીકેટ) બંને પ્રકારની એસેસરીઝ ઉપલબ્ધ છે. પરંતુ બ્રાન્ડેડ એસેસરીઝની ઊંચી કિંમતને કારણે મોટા ભાગના ગ્રાહકો અનબ્રાન્ડેડ વિકલ્પ પસંદ કરે છે.
રીપેરીંગ કામ કરતા ટેકનિશિયનોના કહેવા મુજબ, અનબ્રાન્ડેડ એસેસરીઝની તુલનામાં બ્રાન્ડેડ એસેસરીઝ વધુ સમય ટકાઉ રહે છે અને ઓપરેટિંગમાં પણ સારો ફરક જોવા મળે છે. તેમ છતાં, બ્રાન્ડેડ વસ્તુઓ મોંઘી હોવા ઉપરાંત તેની ગેરંટી/વોરંટી પિરિયડ પણ મર્યાદિત હોય છે.
વેપારીઓ જણાવે છે કે, બજારમાં હાલ ગ્રાહકની માગ અનુસાર જ એસેસરીઝનું વેચાણ અને રીપેરીંગ થાય છે. મોંઘવારીના કારણે લોકો સસ્તા વિકલ્પોને પ્રાધાન્ય આપે છે, જેના કારણે અનબ્રાન્ડેડ એસેસરીઝનું વેચાણ વધી રહ્યું છે.
સસ્તાની લ્હાયમાં ગ્રાહકોને ખર્ચ માથે પડ્યો હોવાના કિસ્સા
પ્રારંભમાં ઓછા ભાવે ખરીદેલી વસ્તુઓ કેટલાક કિસ્સામાં ટકાઉ ન હોવાને કારણે બાદમાં ફરીથી નાણા ખર્ચવાનો વારો આવે છે, જેના કારણે ખર્ચ વધુ થઈ જાય છે. બ્રાન્ડેડ વસ્તુઓની ઊંચી કિંમતોને કારણે ગ્રાહકો સસ્તા વિકલ્પ તરફ વળે છે, જેના કારણે અનબ્રાન્ડેડ ઉત્પાદનોને બજારમાં મોકળું મેદાન મળ્યું છે. ફક્ત સ્થાનિક બજાર જ નહીં, પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ અનબ્રાન્ડેડ એસેસરીઝનું વેચાણ વધ્યું છે.
રૂ.30થી 50 હજાર સુધીના લેપટોપની એસેસરીઝ
|
એસેસરીઝ |
બ્રાન્ડેડ |
અનબ્રાન્ડેડ |
|
ડિસ્પ્લે |
10000 - 16000 |
4000 - 5000 |
|
બેટરી |
3500 - 4500 |
2000 - 2500 |
|
કીબોર્ડ |
1000 - 1500 |
500 - 700 |
|
પાવર
એડેપ્ટર |
800 - 1000 |
400 - 500 |
રૂ. 15થી 20 હજાર સુધીના મોબાઈલફોનની એસેસરીઝ
|
એસેસરીઝ |
બ્રાન્ડેડ |
અનબ્રાન્ડેડ |
|
સર્કિટ (સબબોર્ડ) |
1500 - 1600 |
200 - 250 |
|
ડિસ્પ્લે (ફિટિંગ સાથે) |
6000 - 7000 |
1200 - 1300 |
|
ચાર્જર (ડોક) |
400 - 600 |
150 - 350 |
|
બેટરી |
1500 - 2000 |
500 - 800 |
|
બોડી |
2000 - 2500 |
300 - 400 |


