Get The App

ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ 1 - image

- હાથઉછીના નાણાં અંગે કરાર કરતા સમયે આપેલો ચેક બાઉન્સ થયો

- બોટાદના વેપારી સાથે મિત્રતા કેળવી હીરા ખરીદવા રૂા. 21.60 લાખ રૂપિયા લીધા હતા

ભાવનગર : ભાવનગરના હીરા વેપારીને ચેક બાઉન્સના કેસમાં કોર્ટે એક વર્ષની સજા અને ૪૩.૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના પાળિયાદ રોડ, દર્શન સોસાયટીમાં રહેતા વેપારી હરેશભાઈ ભુપતભાઈ ખાચર પાસેથી હીરાની ખરીદી કરતો બિપીન ભરતભાઈ કણઝરિયા (રહે, વિજયરાજનગર, આદર્શ, કૃષ્ણકુંજ, નિલમબાગ પાછળ, ભાવનગર) નામના શખ્સે મિત્રતા કેળવી હીરા ખરીદી કરવા ત્રણ કટકે હાથઉછીના રૂા.૨૧,૬૦,૦૦૦ની રકમ લીધી હતા. આ રકમ છ માસમાં પરત આપવા માટે લેઝર પેપર કરાર કરી ચેક પણ આપ્યો હતો. જે ચેક પરત ફરતા હરેશભાઈ ખાચરે તેમના વકીલ મારફત બોટાદના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં ન્યાયમૂર્તિ બી.જી. સોલંકીએ શખ્સને કસુરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ રૂા.૪૩,૨૦,૦૦૦નો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજા તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે રૂા.૨૧,૬૦,૦૦૦ ચૂકવવા હુકમ કર્યો છે.