Get The App

બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત 1 - image


Bharatmala Road Car Accident: રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પાછા ફરતા બનાસકાંઠાના થાવર ગામના ભક્તોને અકસ્માત નદીઓ છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લાથી પસાર થતાં  ભારતમાલા હાઈવે પર આસોતરા પાસે કાર સામે અચાનક જ નીલગાય આવી જતાં કાર ચાલકે તેને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી. જેમાં 3 લોકોના મોત થયા છે તો 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ત્યાં પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા હતા, અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જે બાદ વધુ સારવાર અર્થે તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા છે. 

મૃતકોના નામ

અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (35 વર્ષ)

હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (32 વર્ષ)

યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (18 વર્ષ)

ઈજાગ્રસ્તોની યાદી

અશોક ચૌધરી (26 વર્ષ)

કમલેશ ચૌધરી (30 વર્ષ)

આયુષ ચૌધરી, (8 વર્ષ)

કેવી રીતે સર્જાયો અકસ્માત?

પ્રાથમિક માહિતી મુજબ, ધાનેરા તાલુકાના થાવર ગામનો ચૌધરી પરિવાર રાજસ્થાનમાં આવેલા રણુજા ખાતે દર્શન કરવા માટે ગયો હતો. ત્યાંથી પરત ફરતી વેળાએ ભારતમાલા હાઈવે પર એક નીલગાય કાર સામે અચાનક આડી ઉતરી હતી. જેથી ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. અને કાર પલટી મારી ગઈ હતી, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.