Gujarat

બનાસકાંઠાની 7 બોર્ડર પર પાસ વિનાના વાહનો માટે રાજસ્થાનમાં પ્રવેશબંધી

By GS Team
13 Jul 20202 mins read
This article was originally published on 13 Jul 2020
બનાસકાંઠાની 7 બોર્ડર પર પાસ વિનાના વાહનો માટે રાજસ્થાનમાં પ્રવેશબંધી

પાલનપુર, અમીરગઢ, તા. 12 જુલાઈ 2020, રવિવાર

કોવિડ-૧૯ કોરોના વાઈરસનું સંક્રમણ દેશમાં વધી રહ્યું છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી કોરોનાના દર્દીઓ ન આવે તે માટે રાજસ્થાન સરકારે સીમા પરની બધી બોર્ડરો સીલ કરવાના આદેશો કરેલ છે. ઈમરજન્સી સારવાર અને પાસધારકોને અવર-જવર માટે છૂટ અપાઈઃ જોકે રાજસ્થાનમાં થઈ રહેલી રાજકીય ગતીવિતીના લીધે બોર્ડર શીલ કર્યાની ચર્ચા ઉઠી છે. બનાસકાંઠાને લગતી ૭ બોર્ડર ઉપર પરમીટ વિના જઈ શકાતું નથી.

કોરોના વાઈરસની મહામારી દિનપ્રતિદિન વધી રહી છે અને અસંખ્ય લોકો આનો શિકાર પણ બની ચુક્યા છે. કોરોના સામે લડવા માટે ૨૧ માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. જે ચાર તબક્કામાં ચાલ્યું હતું. છતાં પણ કોરોનાનું સંક્રમણ વધતા  સરકારે અર્થતંત્રને ધ્યાનમાં રાખી શરતોને આધીન રહી લોકોએ પોતાની સુરક્ષા પોતે કરવા માટે જણાવી લોકડાઉન હટાવી દીધેલ છે. પરંતુ કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થતા આજે રાજસ્થાન સરકારે ઓચિંતા અગત્યનો નિર્ણય લેતા રાજસ્થાનની તમામ બોર્ડરોન ેફરીથી સીલ કરવાના આદેશો ગૃહ વિભાગે કર્યા છે. જેથી અમીરગઢ પાસે આવેલ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર એકવાર ફરી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને સરકારના આદેશ મુજબ ગુજરાતમાંથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાતમાં જતા દરેક વાહનોને બારીકાઈથી તપાસીને તમામના આઈ ડી પ્રુફ તપાસવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે અને દરેકનું સ્કેનિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંતુ ગૃહ વિભાગમાં નાયબ સચિવ રોહિતસિંહના આદેશ મુજબ ૧૨ જુલાઈથી દરેકને અન્ય રાજ્યમાં પ્રવેશ માટે મંજુરી મેળવવી પડશે. શરતોને આધીન લોકડાઉન હટતા લોકો લગ્ન તથા મોતમાં મોટા ટોળાઓમાં જતા હોવાથી કોરોના સંક્રમણ વધેલ હોવાથી આ નિર્ણય લેવામાં આવેલ છે.

વાહનોને અવર-જવરમાં છૂટછાટ અપાઈઃ આઈજી

ભુજ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે બનાસકાંઠાને સાંકળતી રાજસ્થાન હદની બોર્ડર ઉપર પાબંદી કરાઈ છે. જેમાં ઈમરજન્સી અને રાજસ્થાનની ઓથોરિટીની મંજૂરીવાળા પાસધારકો માટે છૂટછાટ અપાઈ છે.

બનાસકાંઠાને જોડતી બોર્ડરો સીલ નથી કરાઈઃ એસપી

રાજસ્થાન સરકારે બનાસકાંઠાને જોડતા માર્ગની બોર્ડર ઉપર પાબંદી કરી છે, પરંતુ બોર્ડરો સીલ નથી કરી તેવું બનાસકાંઠા એસપી તરૃણકુમાર દુગ્ગલે જણાવ્યું હતું. જેને લઈ અંબાજી નજીક છાપરી, અમીરગઢ, ગુંદરી, ખોડા, નેનાવા, જાબુંડી સહિતની ચેકપોસ્ટ પર રાજસ્થાન સરકારના પાસપરમિટ વિનાના વાહનો ઉપર રાજસ્થાનમાં પ્રવેશબંધી લગાવાઈ છે.