Gujarat

અંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને ચેકની રકમ બમણો દંડ

By GS Team
20 Feb 20201 min read
This article was originally published on 20 Feb 2020
અંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને ચેકની રકમ બમણો દંડ

અંક્લેશ્વર તા.20 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર

અંકલેશ્વરની કોર્ટે ચેક રિટર્ન થવાની ઘટનામાં આરોપી મહિલાને 12 માસની સાદી કેદની સજા  ફટકારી હતી તેમજ ચેકની રકમ કરતા બમણી રકમનો દંડ ભરપાઈ કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો. 

 અંકલેશ્વર શહેરની આદર્શ સોસાયટીમાં રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ્સ તથા સપ્લાયનો ધંધો કરતા રીખવદેવ તીર્થરામ શર્મા એ પૂર્વીબેન પરેશભાઈ પટેલ રહેવાશી પારિજાતક વિહાર સોસાયટી , લિંક રોડ , ભરૂચને  રૂ.1  લાખ  આપ્યા હતા .જેની સામે પૂર્વીબેને રીખવદેવ ને ચેક આપ્યો હતો .આ ચેક જ્યારે રીખવદેવે પોતાના બેંક ખાતામાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. 

આ અંગે રીખવદેવ શર્મા એ પોતાના એડવોકેટ ઉપાસના શર્માની મારફતે અંકલેશ્વરની કોર્ટમાં ચેક રિટર્ન અર્થે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138  મુજબ પૂર્વીબેન પટેલ સામે કેસ  દાખલ કર્યો હતો .આ કેસ અંકલેશ્વરનાં બીજા એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ જે.એસ.પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીનાં વકીલની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી પૂર્વીબેન પટેલને 12 માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

આ ઉપરાંત ચેકની રકમ કરતા બમણી રકમનો દંડ કરવામાં આવ્યો હતો , જો તેઓએ રકમ  ભરપાઈ કરવામાં કસૂર કરશે તો વધુ ચાર માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.