Get The App

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ 1 - image

- પગાર વધારો, કાયમી નિમણૂક અને નવો મોબાઈલની માંગ સાથે

- સરકારના મહિલા સશક્તિકરણના દાવા સામે રોષ વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરચો બતાવવાની ચીમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં પગાર વધારો, કાયમી નિમણૂક અને નવો મોબાઈલની માંગ સાથે જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ કર્યો હતો.

સરકારના મહિલા સશક્તિકરણના દાવા સામે રોષ વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરચો બતાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી અને તેડાગર બહેનો પોતાના હક અને પડતર પ્રશ્નો માટે સરકાર સામે આરપારની લડાઈ લડી રહ્યા છે. હાઈકોર્ટના ચુકાદા મુજબ સમાન કામ સમાન વેતન, કાયમી નિમણૂક અને ઓનલાઈન કામગીરી માટે જૂના ફોનને બદલે નવા સ્માર્ટ મોબાઈલ જેવી મહત્વની માંગણીઓ સાથે આજે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ હતી. 

ગત ૬ માર્ચથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યા બાદ, છેલ્લા ત્રણ દિવસથી બહેનો હડતાળ પર ઉતરી છે. આક્રમક સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત કચેરી ગજવતા આંગણવાડી બહેનોએ સરકારના મહિલા સશક્તિકરણના દાવાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર વહેલી તકે તેમની માંગણીઓ નહીં સંતોષે, તો તેની સીધી અસર આગામી ૨૦૨૭ની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પર પડશે. જરૂર પડયે ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે.