Gujarat

આણંદ જિલ્લામાં ચાર યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ, પોલીસ તંત્રમાં દોડધામ મચી

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
આણંદના પરીખ ભુવન વિસ્તારની 19 વષીય યુવતી, ખંભાત શહેરની 30 વષીય પરણીતા, ખંભાત તાલુકાના તાલુકાના દહેડા ગામની 32 વષીય યુવતી અને બોરસદ તાલુકાના નવા બદલપુરની 18 વષીય યુવતી રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના ચાર અલગ અલગ બનાવો અનુક્રમે આણંદ રાહેર, ખંભાત શહેર, ખંભાત ગ્રામ્ય અને વિરસદ પોલીસ મથકે નોંધાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આણંદ જિલ્લામાં ચાર યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ, પોલીસ તંત્રમાં દોડધામ મચી

Missing Women In Anand: આણંદના પરીખ ભુવન વિસ્તારની 19 વષીય યુવતી, ખંભાત શહેરની 30 વષીય પરણીતા, ખંભાત તાલુકાના તાલુકાના દહેડા ગામની 32 વષીય યુવતી અને બોરસદ તાલુકાના નવા બદલપુરની 18 વષીય યુવતી રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના ચાર અલગ અલગ બનાવો અનુક્રમે આણંદ રાહેર, ખંભાત શહેર, ખંભાત ગ્રામ્ય અને વિરસદ પોલીસ મથકે નોંધાયા છે.

ચાક યુવતી ગુમ થતાં શોધખોળ

આણંદ શહેરના પરીખ ભુવન પાછળ આવેલા નવાપુરા ખાતે રહેતી 19 વપીય ઉપાસના પરમાર 14મી માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે આણંદ શહેર પોલીસે જાણવાજોગ નોંધ નોંધી હતી. બીજી બનાવમાં ખંભાત શહેરની શાંતિ નગર સોસાયટી ખાતે રહેતા જિજ્ઞેશ ઠાકોરની પત્ની સુનીતાબેન ત્રીજી એપ્રિલના રોજ પોતાની બહેનના ઘરે સાડી આપવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ થરે પરત ના ફરી લાપતા થઈ હતી જે અંગે જિજ્ઞેશ ભાઈએ ખંભાત શહેર પોલીસ મથકમાં જાવા કરતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ પરી છે.

આ પણ વાંચો: નોકરીમાં રજા લેવા 'ગુલ્લીબાજો' આખું વર્ષ 'એપ્રિલ ફૂલ' મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે

ત્રીજા બનાવમાં ખંભાતના દહેડા ગામના રાવળ વાસ ખાતે રહેતી હેતલ અંજારિયા ગત તારીખ બીજી એપ્રિલના રોજ કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. પરિવારજનોએ તેણીની શોધખોળ કરતાં કરાવતા કોઈ પત્તો ન લાગતાં આખરે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. અન્ય એક બનાવમાં બોરસદ તાલુકાના નવા બદલપુરના અક્ષર બાગ ખાતે રહેતી હિરલ પરમાર બીજી એપ્રિલના રોજ કોઈને કંઈ કહ્યા લગર ક્યાંક ચાલી જઈ લાપતા થતા. સંતોકબેન પરમારે વીરસદ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.