Gujarat

'હાથ ના કરેલા હૈયે વાગ્યા': AMCએ ખોદેલા ખાડામાં જ AMTS બસ ફસાઈ, મુસાફરોની હાલત કફોડી!

By GS TEAM
6 Dec 20251 min read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે 'હાથના કરેલા હૈયે વાગ્યા' જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ખાતે AMC દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની એક બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હાથ ના કરેલા હૈયે વાગ્યા': AMCએ ખોદેલા ખાડામાં જ AMTS બસ ફસાઈ, મુસાફરોની હાલત કફોડી!

AMTS Bus : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે 'હાથના કરેલા હૈયે વાગ્યા' જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ખાતે AMC દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની એક બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે.

ઓઢવમાં ચાર રસ્તા પર બસ ફસાઈ

આ ઘટના ઓઢવના વાસણા અને ઓઢવ વચ્ચે દોડતી AMTS બસ સાથે બની હતી. પાલિકા દ્વારા કોઈ કામગીરી માટે ચાર રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ખાડાઓને યોગ્ય રીતે પુરવામાં કે સુરક્ષિત કરવામાં ન આવતા, બસ તે ખાડામાં ફસાઈ ગઈ હતી.


AMCની બેદરકારી, મુસાફરોને હાલાકી

ચાર રસ્તા જેવા વ્યસ્ત પોઇન્ટ પર બસ ફસાઈ જવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ

AMTS અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક જ વહીવટી માળખા હેઠળ આવે છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એક તરફ AMC દ્વારા ખોદકામ કરવામાં આવ્યું, પણ બીજી તરફ સલામતીની પૂરતી તકેદારી ન રખાતા, તેમની જ એક સર્વિસ એવી AMTS બસ તેનો ભોગ બની.


પાલિકા દ્વારા શહેરમાં ચાલતા વિકાસના કાર્યો દરમિયાન સલામતીના નિયમોનું યોગ્ય પાલન થાય અને જાહેર જનતાને હાલાકી ન પડે તે દિશામાં નક્કર પગલાં લેવા અનિવાર્ય છે.