Gujarat

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી

By GS TEAM
11 Apr 20262 mins read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે, જેમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના જિલ્લા પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાતાની સાથે જ તેને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે, જેમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના જિલ્લા પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાતાની સાથે જ તેને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય મહેશ કસવાળાએ પહેરાવ્યો ખેસ

સાવરકુંડલા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે સાહિલ શેખ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસની વિચારધારા છોડીને ભાજપમાં આવેલા સાહિલ શેખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના અન્ય સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સાહિલ શેખ માટે ભાજપમાં પ્રવેશ ‘લોટરી’ સમાન સાબિત થયો છે. પક્ષમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ ભાજપે તેને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના યુવા સંગઠનના મજબૂત ચહેરા ગણાતા સાહિલ શેખ હવે ભાજપના નિશાન પર ચૂંટણી લડશે, જેની સીધી અસર કોંગ્રેસની વોટબેન્ક પર પડી શકે છે.

આ પણ વાંચો: આવું તો ભાજપમાં જ બને... વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ

કોંગ્રેસમાં ચિંતા, ભાજપમાં ઉત્સાહ

ચૂંટણીના ટાણે જ જિલ્લા NSUI પ્રમુખ જેવા મહત્ત્વના હોદ્દેદારે પક્ષ છોડતા કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ છે. યુવા કાર્યકરોમાં મજબૂત પકડ ધરાવતા નેતાના પક્ષપલટાથી કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ, ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે; એક તો વિરોધ પક્ષના મજબૂત યુવા નેતાને પોતાના પક્ષમાં ભેળવ્યા અને બીજો લઘુમતી મતો પર પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.