અમદાવાદ,ગુરુવાર,14 મે,2026
વર્ષ-૨૦૨૬-૨૭માં અમદાવાદમાં પચાસ લાખ વૃક્ષો વાવવાની તૈયારી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવી રહી છે.જયારે વાસ્તવિકતા એ છે કે, શહેરમાં એક
વર્ષના સમયમાં ૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી
નાંખવામા આવ્યા છે. ગેરકાયદેસર વૃક્ષ બગીચા વિભાગની નજર સામે કાપવામા આવ્યા હોવા
છતાં ખાતા તરફથી માત્ર નોટિસ આપી કામગીરી કર્યાનો સંતોષ માનવામા આવ્યો છે.સાત
ઝોનમાંથી ૧૫૨૯ વૃક્ષ કાપવા માટે મંજૂરી માંગવામા આવી હતી.જે સામે ૫૧૪ અરજી બગીચા
વિભાગે મંજૂર કરી છે.
છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનનુ
બગીચા ખાતુ વિવાદનુ કેન્દ્ર બનેલુ છે.મિશન મિલીયન ફોર અંતર્ગત રુપિયા ૬૯ કરોડનો
ખર્ચ પ્લાન્ટેશન માટે મંજૂર કરવામા આવ્યો હતો.જે સામે ખર્ચની રકમ રુપિયા ૧૩૬ કરોડ
સુધી પહોંચી જતા મ્યુનિસિપલ કમિશનરે ફાઈલ મંજૂર કરવાની ના પાડી દીધી હતી.દર
બુધવારે મળતી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા વીકલી રીવ્યુ બેઠકમાં કમિશનરે એક
દિવસ અગાઉ જેમની બદલી થઈ છે એવા પૂર્વ ડેપ્યુટી કમિશનરની બગીચા ખાતાની નિષ્ફળ
કામગીરીને લઈ વખતોવખત ટીકા કરી હતી.મિશન ફાઈવ મિલિયન અભિયાન માટે મ્યુનિસિપલ
કમિશનરને આગેવાની લેવી પડે એ જ બાબત બગીચા ખાતાની કેટલી હદે નબળી કામગીરી છે તે
સુચવી રહી છે.
ઝોન મુજબ વૃક્ષ કાપવા થયેલી અરજી
ઝોન અરજી મંજૂરી ગેરકાયદે
કપાયા
મધ્ય ૪૮ ૩૭ ૧૧
પૂર્વ ૮૭ ૧૯ ૧૬
પશ્ચિમ ૮૧૩ ૨૧૩ ૪૫
ઉત્તર ૮૬ ૮૬ ૪૬
દક્ષિણ ૧૭ ૦૦ ૦૦
ઉ.પ. ૩૨૯ ૧૮ ૯૮
દ.પ. ૧૪૯ ૧૪૧ ૧૧


