7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation: અમદાવાદ શહેરનો કુલ વિસ્તાર વધીને 480 ચોરસ કિલોમીટર જેટલો થઈ ગયો છે. શહેરમાં 10 હજારથી વધુ સફાઈ કામદારોની ફૌજ છે. ત્યારે શહેરની સફાઈ માટે વર્ષે દહાડે સાત લાખથી વધારે ઝાડુનો ઉપયોગ થઈ રહ્યો છે.
5 લાખ ગોવા ઝાડુ અને 2 લાખ ફૌજી ઝાડુ ખરીદાશે
અમદાવાદ મ્યુનિસિપલની મટિરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીની એક બેઠક થોડા દિવસોમાં મળશે. જેમાં મુકાયેલી બે જુદી જુદી દરખાસ્તોમાં કુલ સાત લાખ નંગ ઝાડુની ખરીદી માટે 3.29 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કરાયું છે. જેમાં પાંચ લાખ ગોવા ઝાડુ અને બે લાખ ફૌજી ઝાડુનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે
પહેલી દરખાસ્ત અનુસાર ધનલક્ષ્મી ઉભા ઝાડુ ભંડાર પાસેથી એક લાખ ફોજી ઝાડુ અને અભીષેક સેનીટેશન સહકારી મંડળી લી. પાસેથી એક લાખ ફોજી ઝાડુ કુલ 1.90 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદવાની મંજૂરી મંગાઈ છે. એક નંગ ફોજી ઝાડુની કિંમત 54.80 નક્કી કરાઈ છે. બીજી દરખાસ્ત અનુસાર અંબિકા ટ્રેડર્સ પાસેથી 2.50 લાખ અને અભીષેક સેનીટેશન સહકારી મંડળી લી. પાસેથી 2.50 લાખ મળીને કુલ પાંચ લાખ ગોવા ઝાડુ પ્રતિ નંગ 44 લેખે ખરીદવામાં આવશે. જેના પેટે 2.20 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.








