Get The App

ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા 1 - image

રાજકોટના 5 વર્ષનાં બાળકને અનેરી ગોડ ગિફ્ટ : ફોટેજેનિક મેમરી પાવરફૂલ- 100 કે 1000ના જ નહીં, લાખના ઘડીયા પણ એક જ વખત જોવા પડે!

રાજકોટ, : ગણિતની અસાધારણ પ્રતિભા એટલે કે મેથેમેટિક જીનિયસ. આ દુર્લભ ક્ષમતા દ્વારા વ્યક્તિ જટિલ ગણતરીઓ, સંખ્યા સિદ્ધાંતો અને અમૂર્ત પેટર્નને અસામાન્ય ઝડપ અને સચોટતા સાથે સમજી શકે છે. આવી જ ક્ષમતા ધરાવે છે રાજકોટનો પાંચ વર્ષનો બાળક પરમ. તે ઘડીના છઠ્ઠા ભાગમાં ઘડિયાઓ બોલી સૌને આશ્ચર્યચકિત કરી દે છે.

સામાન્ય રીતે 5 વર્ષના બાળકને સો એકડા કે વધુમાં વધુ 1થી 10ના ઘડિયા પણ માંડ આવડતા હોય છે ત્યારે પરમ પરેશભાઈ ચગ હજાર, લાખના તો ઠીક પરંતુ એનાથી પણ વધારે રકમના ઘડિયા કડકડાટ બોલે છે. તેને ફોટોજેનિક મૅમરી ખૂબ પાવરફૂલ છે, જે આંકડા, અત્યંત જટિલ ગણાતા ક્યૂબને પળવારમાં ઉકેલી નાખે છે. એક વખત તે જે ઘડિયા વાંચે છે તે બીજી વખત ક્યારેય જોવા નથી પડતા. મેમરી ગેમ્સમાં પણ તે નિષ્ણાંત છે. સંસ્કૃતના ઘણા બધા શ્લોકો પણ તેને કંઠસ્થ છે. તેના માતા આશા ફિઝિયોથેરાપીસ્ટ છે અને પિતા ન્યૂરો ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. આ બાળકની અદ્ભુત ક્ષમતા જોઈ તેઓ પણ આશ્ચર્યચકિત છે. હાલ તેના બુદ્ધિઆંક 100થી 150ની વચ્ચે હોવાનું અનુમાન છે.