Gujarat

ફરજિયાત CCTV, પારંપરિક વસ્ત્રોમાં હશે શી ટીમ: નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ

By GS Team
20 Sep 20242 mins read
This article was originally published on 20 Sep 2024
TukuTouch Logo
ગુજરાતીઓ કાગડોળે જે તહેવારની રાહ જોઈ રહ્યાં છે, તે નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકોએ નવરાત્રીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સામાન્ય નાગરિકની સાથે અમદાવાદ પોલીસે પણ અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરજિયાત CCTV, પારંપરિક વસ્ત્રોમાં હશે શી ટીમ: નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ

Navaratri 2024 : ગુજરાતીઓ કાગડોળે જે તહેવારની રાહ જોઈ રહ્યાં છે, તે નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકોએ નવરાત્રીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સામાન્ય નાગરિકની સાથે અમદાવાદ પોલીસે પણ અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.

રોમિયોગીરી કરનાર પર રાખશે ચાંપતી નજર

નવરાત્રીમાં મહિલાઓ સાથે છેડતી ન થાય અને ગરબા રમવા જતી વખતે તેમને કોઈ ભય ન રહે તે માટે અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આજુબાજુના ડાર્ક સ્પોટ પર ફરજિયાતપણે લાઈટો લગાવવાથી લઈને દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવાની સૂચના આપી દીધી છે. નવરાત્રી દરમિયાન શી ટીમ (SHE TEAM) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી અને મહિલાઓની છેડતી કરનાર અસમાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે.

આ પણ વાંચોઃ સ્માર્ટસિટી બન્યું ભુવા નગરી: અમદાવાદમાં 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ કરાયો

ફરજિયાત સીસીટીવી અને લાઇટ લગાવવી પડશે

અમદાવાદ પોલીસ શહેરના તમામ પાર્ટી પ્લોટ, શેરી ગરબા તેમજ અન્ય જગ્યા જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેનું લિસ્ટ બનાવીને તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને લાઈટો માટે ફરજ પાડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદથી ગરબા દરમિયાન ખાસ બંદોબસ્તનું આયોજન કરશે. આ દરમિયાન જે પણ રોમિયોગીરી કરતું ઝડપાયું તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે ટોલ ટેક્સનો વધારો મોકૂફ, ખખડધજ હાઈવે અંગેના ઉગ્ર વિરોધ બાદ લેવાયો નિર્ણય

એન્ટી રોમિયો સ્ક્વોડ

નવરાત્રીના બંદોબસ્તને લઈને મહિલા પોલીસ સ્ટેશનના એસપી હિમાલા જોષીએ જણાવ્યું કે, પાર્ટી પ્લોટ અને દુકાનો સિવાય સિગ્નલ, ચાર રસ્તા સહિત મુખ્ય માર્ગો અને અંદરના ગલીવાળા માર્ગ ઉપર પણ સીસીટીવીથી ચાંપતી નજર રાખવામાંઆવશે. આ ઉપરાંત એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરવામાં આવશે, જે પોલીસ વાન અને પોલીસ ડ્રેસ સિવાય ટ્રેડિશનલ વેશભૂષામાં કોઈપણ વાહનમાં આવીને ગરબા સ્થળ પર ચાંપતી નજર રાખશે અને રોમિયોગીરી કરનારને દબોચીને યોગ્ય પગલાં લેશે.