Get The App

અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ 1 - image


Liquor In Seizes Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા કાર્યરત પીસીબીએ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ટીવીની ખોટી બિલટી બનાવી તેની આડમાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ચંદીગઢથી એક આઈસર ટ્રક ટીવીના બિલના આધારે વિદેશી દારૂ ભરીને નડિયાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા રોડ પર 'ગામઠી રેસ્ટોરન્ટ' પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા

પોલીસ તપાસમાં ટ્રકમાંથી 67,57,488 રૂપિયાના વિદેશી દારૂ સહિત કુલ 87,67,928 રૂપિયાનો  મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે રાજસ્થાનના કમલસિંગ યાદવ ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય ચાર આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પીસીબીએ આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.