Get The App

અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા 1 - image


LCB, Liquor Seizure In Ahmedabad: અમદાવાદના નરોડા પોલીસ અને LCBની ટીમે સાથે રેડ કરીને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી લક્ઝરી ગાડી સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગરોએ દારૂ છુપાવવા માટે કારમાં 'ખુફિયા ખાના' બનાવ્યા

મળતી માહિતી અનુસાર, 12મી ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે પોલીસને મળેલી બાતમી મુજબ નરોડા ગેલેક્સી ચાર રસ્તા નજીક કારને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના 2,58,048 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે કુલ 7,73,048 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી ગુનો કર્યો હતો. જોકે, બુટલેગરોએ દારૂ છુપાવવા માટે કારના બોનેટ, દરવાજા અને ડેકીમાં એવા 'ખુફિયા ખાના' બનાવ્યા હતા કે પોલીસ પણ દંગ રહી ગઈ હતી.

આ પણ વાંચો: 55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ

પકડાયેલા આરોપીઓમાં હરિયાણાના સચીન જોગીરામ અને વિકાસ કશ્યપ તેમજ રખિયાલ અમદાવાદના અરબાઝ અહેમદનો સમાવેશ થાય છે. જ્યારે હરિયાણાનો અન્ય એક શખ્સ દિનેશ હજુ પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.