Get The App

અમદાવાદમાં હવે વૉર્ડ લેવલ સુધી રિયલ ટાઇમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં હવે વૉર્ડ લેવલ સુધી રિયલ ટાઇમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ 1 - image


Ahmedabad Weather: ચોમાસાની સિઝનમાં શહેરમાં વરસાદી પરિસ્થિતિનો સમયસર અંદાજ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન રેઇનફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. વેબ આધારિત ઇન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના માધ્યમથી હવે શહેરમાં વૉર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય બની છે.

વૉર્ડ પ્રમાણે ચોક્કસ આગાહી શક્ય બનશે

આ સિસ્ટમ માટે C-DAC, પૂણેના હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થશે, જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવામાં મદદરૂપ બનશે.

અમદાવાદમાં હવે વૉર્ડ લેવલ સુધી રિયલ ટાઇમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ 2 - image

કેવી રીતે કામ કરે છે ફોરકાસ્ટિંગ સિસ્ટમ?

આ ફોરકાસ્ટિંગ સિસ્ટમ હેઠળ શહેર માટે ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ(WRF મોડલ -1.5 કિમી રિઝોલ્યુશન)ના આધારે આગાહી તૈયાર કરવામાં આવે છે. શહેર તેમજ જિલ્લા સ્તરે વરસાદના વિતરણનું વિશ્લેષણ કરીને અલગ-અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને વૉર્ડ લેવલ રેઇનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ-અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે. આ સિસ્ટમમાં પ્રાયોગિક મોડેલિંગના આધારે અલગ-અલગ સમયગાળા માટે વરસાદની પેટર્ન પણ દર્શાવવામાં આવે છે.

અમદાવાદમાં હવે વૉર્ડ લેવલ સુધી રિયલ ટાઇમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ 3 - image

આ ટેક્નોલોજી આધારિત ફોરકાસ્ટિંગ સિસ્ટમના કારણે મોન્સૂન દરમિયાન શહેરમાં પાણી ભરાવાની શક્યતાઓને અગાઉથી ઓળખીને જરૂરી તૈયારીઓ કરી શકાશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ આયોજન કરવાથી નાગરિકોને થતી મુશ્કેલીઓ ઘટાડવામાં આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે.આ અદ્યતન ફોરકાસ્ટિંગ મોડલના આધારે મોન્સૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે અને ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે શહેર વધુ સજ્જ બનશે.

આ પણ વાંચો: અમદાવાદ: કોઠ ગામમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપી ઝડપાયા, 4 ફરાર